Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાલકે વળાંકમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

  • October 05, 2021 

ભરૂચનાં વાલિયા-નેત્રંગ માર્ગ પર ચંદેરીયા ગામના વળાંક પાસે પોલીસ અધિકારીની કાર પલટી જતાં પુત્રીને ઇજાઓ પહોંચી હતી જ્યારે પિતા અને જમાઈનો આબાદ બચાવ થયો હતો.

 

 

 

 

બનાવની વિગત એવિએ છે કે, ઝઘડીયા તાલુકાનાં રૂપનગર ટાઉનશિપ એસ.આર.પી કેમ્પ ખાતે રહેતા પી.એસ.આઈ રાજેશ ગામીત જે તેઓના જમાઈ સમીરભાઈ ગામીત અને પુત્રી બ્રજેશ્વરી સમીરભાઈ ગામીત સાથે ફોર વ્હીલ કાર નંબર જીજે/19/બીએ/1492 લઈ વાલિયા-નેત્રંગ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ચંદેરીયા ગામના વળાંક પાસે કાર ચાલાકનો સ્ટેરિંગ પર કાબૂ નહિ રહેતા કાર માર્ગની બાજુમાં પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે 108ની મદદથી વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા જ્યારે કાર ચાલક સમીર ગામિત સહિત પી.એસ.આઈ. રાજેશ ગામીતનો આબાદ બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application