Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ

  • May 12, 2022 

હાંસોટ બસ ડેપો નજીક એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે એસ.ટી બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ડેપોમાંથી બસ બહાર આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જયારે અકસ્માતમાં કોઈ જાનહાની નહિ સર્જાય ના હતી. બનવાની વિગત એવી છે કે, હાંસોટ ખાતે આવેલ એસ.ટી ડેપોમાંથી બહાર નીકળી રહેલ એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક સમયે ભારે દોડધામ મચી હતી.



જયારે અકસ્માતની ઘટનામાં એસ.ટી બસના કાચ તૂટી ગયા હતા. જોકે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની ઇજાઓ ન પહોંચતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એસ.ટી બસ અને ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ઘટના અંગે હાંસોટ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application