અંકલેશ્વરના રોટરી નહાર કુમારપાળ બ્લડ બેંક ખાતે ગતરોજ યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી આ રક્તદાન શિબિરમાં હાંસોટ તાલુકાના ઉતરાજ ગામના વતની ધર્મેશભાઈ રતિલાલભાઈ પટેલ રક્તદાન કરવામાં આવ્યા હતા જયારે આ યુવકે અત્યાર સુધી 99 વાર રક્તદાન કરી ચુક્યા છે. સ્વૈચ્છીક રીતે સ્વયંભૂ આવી રક્તદાન કરી પોતાના રક્તદાનનો આંક 100 પર પહોંચાડ્યો હતો અને રક્તદાન ક્ષેત્રે તેવો 100મી વાર રક્તદાન કરી સેન્ચુરી લગાવી હતી. રક્તદાન કરતા તેઓ જણાવ્યું હતું કે, એક રક્ત યુનિટ ના મળે તો દર્દી જીવ જોખમમાં મુકાઈ છે કેટલીકવાર દર્દી જીવ પણ ગુમાવે છે ત્યારે રક્તદાન કરવાની આપણે કોઈ તકલીફ થતી નથી આવા સંજોગોમાં રક્તદાન કરી આપણે અન્ય નો જીવ બચાવી શકીએ છે. એક રક્તદાન એક જીવન અને ક્યારેક આપણા રક્તદાન વડે 3 વ્યક્તિના પણ જીવ બચી શકે છે ત્યારે રક્તદાન કરી લોકોને નવજીવન આપવા આજની યુવા પેઢીને અનુરોધ પણ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application