Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેકટર પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું યુવકનું મોત

  • October 18, 2021 

નેત્રંગ ગામના ધરતીનગરમાં રહેતા અને નેત્રંગ ભાજપના યુવા આગેવાન પ્રતિક ઉર્ફે ચકો ગુરજીભાઈ વસાવા પોતાના જીજાજીની બાઇક લઈ શણકોઈ ગામ નજીક આવેલી ગજાનંદ હોટલ ખાતે જમવાનું લેવા ગયો હતો. ત્યારબાદ તે પરત પોતાના ઘરે આવે રહ્યો હતો. તે દરમિયાન રમણપૂરા ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર પાર્કિંગ લાઇટ અને સાઈડ સિગ્નલ ચાલુ કર્યા વિના ઉભેલા ટ્રેકટર સાથે બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રતિક વસાવાને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજયું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application