ભરૂચનાં ભોલાવ ખાતે આવેલી હરીદર્શન સોસાયટી ખાતે રહેતો યુવક તેની બાઇક લઇને કામ અર્થે ગોદીરોડ પરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અમીધરા સોસાયટી પાસેથી પસાર થતાં સમયે તેની બાઇક સ્લીપ થઇ જતાં તેના માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચનાં ભોલાવ ખાતે આવેલી હરીદર્શન સોસાયટીમાં રહેતાં અને મુળ ગીર સોમનાથના વતની નરેન્દ્ર ખીમાભાઇ પરમારનાં મોટાભાઇ કૌશિક કામ અર્થે તેમની બાઇક લઇને ભરૂચ રેલવે સ્ટેશનથી ગોદીરોડ વાળા રસ્તેથી નંદેલાવ તરફ જઇ રહ્યાં હતાં.
તે દરમિયાન અમીધરા સોસાયટી સામેથી પસાર થતી વેળાં તેની બાઇક સ્પીડમાં હોઇ સ્લીપ થઇ જતાં રોડની સાઇડમાં આવેલાં વૃક્ષમાં તે ભટકાયો હતો. જોકે આ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ ઇજાગ્રસ્તને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેનું પરીક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500