ભરૂચના વાલિયા તાલુકાના એક ગામની પરિણીતાની ગામના પાટિયા પાસે આવેલા નાળાની બાજુમાંથી નગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વાલિયાના એક ગામની 30 વર્ષીય પરિણીતા પતિથી અલગ રહેતી હતી અને અંકલેશ્વર ખાતે ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી અને જે ગતરોજ સાંજે કામ પરથી ઘરે પરત ફરી ન હતી. ત્યારબાદ આજરોજ સવારે પરિણીતાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિકોએ આ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application