ભરૂચ શહેરમાં રહેતી સારિકા (નામ બદલ્યું) નામની સગીરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે સોશિયલ મીડિયામાં એક યુવકના પરિચયમાં આવી હતી તેની વાતોમાં આવીને તે તેને પ્રેમ સમજી બેઠી હતી. એક તરફી પ્રેમમાં પાગલ બનેલી સારિકા તેને મળવા પોતાના ઘરેથી નીકળી ગઈ હતી જે મોડી રાત્રી સુધી ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી.
જયારે બીજી તરફ સારિકા યુવકને મળવા ઝાડેશ્વર ચોકડી પહોંચીને યુવકને ફોન કરતા યુવકે મોબાઈલને સ્વીચ ઓફ કરી દીધો હતો. યુવકના પ્રેમમાં પાગલ સારિકાએ તેની રાહ જોઈને હાઇવે પર બેસી ગઈ હતી. જેથી આ વિસ્તારમાં ફરતા એક ત્રાહિત વ્યક્તિએ સગીરા સાથે વાતચીત કરતા તે કોઈ જવાબ આપતા આ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મહિલાને મદદ કરવા જણાવ્યું હતું. માહિતી મળતા જ ભરૂચ લોકેશનની 181 અભયમ મહિલા હેલ્પલાઈનની રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સારિકાને શોધી કાઢી પોતાની સાથે લીધી હતી અને ટીમે તેનું કાઉન્સિંલિગ કરતા યુવતીએ બધી હકીકત જણાવતા તેને આવી રીતે રાત્રીના ઘરેથી બહાર નીકળી જવું જોખમ કારક છે. તેની પાસેથી તેના પિતાનો નંબર મળેવી તેમને બોલાવી સલામત રીતે સોંપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application