ભરૂચનાં ઝઘડિયા તાલુકાના એક ગામનો યુવક કલ્પેશભાઈ દેવનભાઈ વસાવા જે ગત જાન્યુઆરી માસમાં એક સગીર વયની યુવતીને લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. જે બાબતે તે સમયે ઉમ્લલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે કાર્યવાહી બાદ આ યુવકને ભરૂચ સબજેલ ખાતે લઈ જવાયો હતો. ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, સગીરા છેલ્લા પંદર દિવસથી તેના સંબંધીને ત્યાં તિલકવાડાના એક ગામે રહેતી હતી. પરંતુ ગત તા.04ના રોજથી આ સગીરા વહેલી સવારે કોઈને કઈ કહ્યા વિના કયાંક જતી રહી હતી જે બાબતે પરિવારજનોએ યુવતીને શોધવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. જેથી અગાઉ કલ્પેશ વસાવા નામનો યુવક તેને લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો તેથી યુવક જામીન પર છુટ્યા બાદ ફરીથી આ સગીરાને ભગાડી ગયો હોવાની શંકા સગીરાને પરિવારે વ્યકત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application