Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહનની અડફેટે આવતા રાહદારી યુવકનું મોત

  • October 19, 2021 

ભરૂચના દહેગામ ચોકડી પાસેની અલનુર બંગ્લોઝ ખાતે રહેતાં નાદીલ ઇકબાલ જોડ કંપનીઓમાં કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. વાગરા તાલુકામાં આવેલાં સાયખા જીઆઇડીસીની ટેક્ષ ટાઇલ કેમિકલ કંપનીમાં તેનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હતો, તેમાં તેના 29 મજૂરો કામ કરતાં હતાં. જે પૈકીનો એક શ્રમજીવી પપ્પુ શીવજી શાહ સામાન ખરીદવા સાયખા-કોઠીયા રોડ પરની એક દુકાને ગયો હતો. જ્યાંથી તે પરત આવી રહ્યો હતો. તે સમયે કોઇ અજાણ્યા વાહને તેને ટક્કર મારતાં તેના માથાનો ભાગ છુંદાઇ જતાં તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application