Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : કારમાંથી નવું સાયલન્સર ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • September 25, 2022 

ભરૂચનાં જાલીયા મસ્જીદ સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ઇકો કારમાંથી નવું સાયલન્સર કાઢી જૂનું લગાવી રૂપિયા 40 હજારનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવની વિગત એવી છે કે, ભરૂચનાં સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે રહેતા ઇમરાન અબ્દુલ સત્તાર શેખના પિતાની માલિકની ઇક્કો કાર નંબર GJ/16/CH/6792 માંથી ગત તા.13નાં રોજ જાલીયા મસ્જીદ સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી.




તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ગાડીમાં લગાવેલ નવું ઓરીજનલ સાયલેન્સર કાઢી લઇ તેની જગ્યાએ જૂનું લગાવી ફરાર થઇ ગયા હતા કાર માલિક કાર લઇ નીકળતા તેમાં અવાજ આવતા તેઓએ તપાસ કરતા નવું સાયલેન્સર કાઢી લીધું હોવાની જાણી થતા તેઓ ચોકી ઉઠ્યા હતા. વાહન ચોરો 40 હજારનાં સાયલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application