ભરૂચનાં ઝઘડીયા તાલુકાના રાયસિંગપુરા મધ્યપ્રદેશના એક પરિવારને અકસ્માત નડતા માતા તેમજ પુત્રનો અકસ્માતમાં મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, દિનેશભાઈ તથા તેની પત્ની અનીતાબેન, ૩ વર્ષની પુત્રી ટીના અને દોઢ વર્ષનો પુત્ર વિકાસ વલસાડથી તેમના વતન જાંબુઆ જવા ઝઘડિયા સુધી ટ્રકમાં આવ્યા હતા. સીમોદરાથી તેમની બાઇક લઇ તેમના વતન જાંબુઆ નવા તેમની પત્ની, પુત્રી અને પુત્ર સાથે સાંજે નીકળ્યા હતા. તે દરમિયાન ઉમલ્લાથી રાજપીપળા તરફ જતા રાયસીંગપુરા ગામના નાળા પાસેથી પસાર થતા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેથી દિનેશ તથા તેમનો પરિવાર રોડ પર પટકાતા તેમની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે દિનેશ તથા તેમની પુત્રી ટીનાને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં દિનેશની પત્ની અનીતા તથા પુત્ર વિકાસનું ઘટના સ્થળે જ મરણ થયું હતું. બનાવ અંગે ઉમલ્લા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application