જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ અન્વયે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષપદેથી જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાતની જે રીતે ઉજવણી થાય તેમ જિલ્લા કક્ષાએ પણ ઔધોગીક એકમોના સંકલન સાધીને વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની થીમ ઉપર બિઝનેશ એકસ્પોનું પ્રદર્શન અંકલેશ્વર ખાતે આગામી ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ યોજાવા જઈ રહ્યું છે. વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ એક્ઝીબીશનની વિસ્તૃત માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, ૨૫થી વધું સ્ટોલસ કે જેમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ જેમ બજાર, હસ્તકળાના સ્ટોલ, સખી મંડળ દ્વારા ઉત્પાદન કરાતી પ્રોડક્ટ, સ્ટાર્ટ અપ અને એક્સપોર્ટ સેમીનાર, લોન મેળો, ખાનગી તથા સરકારી બેંક થકી ફાઈનાન્સીયલ ઈન્કસુઝન થાય તે રીતની આ નવીન પહેલ ગણાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application