ભરૂચ જિલ્લામાં ગૌવંશ તથા ગૌમાસની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા તેમજ ગૌવંશની ગેરકાયદેસર કતલ અટકાવવા પશુઓની ગેરકાયદે હેરાફેરીના ગુના અંગે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આમોદ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે સમયે વલણ-પાલેજ તરફથી એક આઈશર ટેમ્પોમાં પશુઓ ભરી આમોદ તરફ જાય છે જે બાતમીના આધારે, આમોદ પોલીસ સ્ટાફના માણસો સમની ગામે ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન શંકાસ્પદ તાડપત્રી બાંધેલો આઈશર ટેમ્પોમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના 21 ભેંસોને ટૂંકા દોરડા વડે પીડા થાય તેવી રીતે બંધી લઈ જતા હતા. આમ, આમોદ પોલીસે 21 ભેંસોની કીંમત રૂપિયા 4.20 લાખ તથા આઈશર ટેમ્પો ચાલક નિઝામ મહમદશા નાથુશા દિવાનની ધરપકડ કરી હતી. જયારે અન્ય એક આમોદ તાલુકાના આછોદ ગામના નવાબને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application