ભરૂચનાં લિંકરોડ વિસ્તારમાં આવેલી મનિષાનંદ સોસાયટી ખાતેની ઇલેક્ટ્રોનિક્સની એક દુકાનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોકે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ તુરંત સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની વિગત એવી છે કે, ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી મનિષાનંદ સોસાયટીના પ્રવેશદ્વાર પાસે આવેલી મોઢેશ્વરી ઇલેક્ટ્રીક્સ સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે આગ ભભુકી હતી.
જયારે આ આગ જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતાં આગે આખી દુકાનને ચપેટમાં લઇ લીધી હતી. ઘટના અંગે ભરૂચ નગરપાલીકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં અને લશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application