ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં યુપીએલના ગોડાઉનમાં એક ટ્રકમાંથી રો-મટિરિયલ્સ ફોસ્ફરસનું એક ડ્રમ ફોરક્લિપ માંથી છૂટું પડી નીચે પડતા લીકેજ થતા ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનવાની વિગત એવી છે કે, યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીનું ગોડાઉન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલું છે. જયારે કંપનીના ગોડાઉનમાં રો-મટીરીયલ્સ એવા ફોસ્ફરસના ડ્રમને ટ્રકમાંથી ઉતરવાની કામગીરી ચાલી રહી હતી. વિદેશ મોકલવા માટે ફોસ્ફરસના ડ્રમ ગોડાઉનમાં ઉતારતી વખતે એક ડ્રમ ફોરક્લિપ માંથી છટકી નીચે પડતા આગની ઘટના સર્જાઈ હતી. ડ્રમ નીચે પડતા જ ફોસ્ફરસ વરસતા વરસાદ વચ્ચે હવાના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ફોસ્ફરસ સળગતા નજીક કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી જયારે યુપીએલ તેમજ બાજુમાં રહેલી ગ્લેનમાર્ક કંપનીના ફાયર ટેન્ડરો આગને કાબૂમાં લેવા માટે કામે લાગી હતા સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવી લેવાય હતી. યુપીએલ, ગ્લેનમાર્ક અને ડીપીએમસીની 3 ટીમ ડ્રમ માંથી લીકેજ થઈ જમીન પર પડેલું ફોસ્ફરસ સંપૂર્ણ સળગી ન જાય ત્યાં સુધી તેના મોનીટરીંગમાં રહી હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી. ફેક્ટરી ઇન્સ્પેકટર અને ડીપીએમસીએ જણાવ્યું કે, યુપીએલના અંકલેશ્વર સ્થિત ગોડાઉનમાં ફોસ્ફરસના ડ્રમ ટ્રકમાંથી લોડિંગ-અનલોડિંગ કરતી વખતે એક ડ્રમ ફોરક્લિપ માંથી છટકી નીચે પડતા આ આગની ઘટના બની હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application