ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં મુલદ ચોકડીથી આગળ હાઇવે પર ટોલનાકા નજીક વર્ષોથી કેટલાક ગરીબ પરિવારો ચા તેમજ ખારીસીંગ જેવી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે. જોકે આ સ્થળે ઝઘડિયા પોલીસની હદમાં આવતા વિસ્તારમાં પોલીસે ચા વેચતી બે મહિલાઓ સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, મુલદથી આગળ ટોલનાકા પાસે કેટલાક લોકો રોડની બહાર લગાડેલ એંગલ નજીક કેબિન ઝુંપડી જેવું બનાવીને ચા જેવી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે.
જોકે મુલદ ગામની અમિતા વસાવા અને મનીષા વસાવા નામની બે મહિલાઓ પણ આ સ્થળે ચાનું વેચાણ કરે છે. જયારે પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ રોડની બાજુમાં લોખંડની એંગલની સાથે ચાની કેબિન ઝુંપડી જેવું બનાવીને ચાનું વેચાણ કરાતા કેબિન પાસે ચા પીવા ઉભા રહેતા વાહન ચાલકો રોડ પર વાહન પાર્ક કરતા હોવાથી લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવરમાં અડચણરૂપ બને છે. આમ પોલીસે ચાનો ધંધો કરનાર બંને મહિલાઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application