Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક ઉપર લઈ જવાતો દારૂની બાટલીઓ ઝડપાઈ, આરોપી ફરાર

  • May 18, 2021 

વાલીયા તાલુકાના હીરાપુરા ગામ પાસેથી એક બાઈક ચાલક થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઝઘડિયા તાલુકા તરફ આવી રહ્યો છે. જે મળેલ બાતમીના આધારે ઝઘડિયા પોલીસે લીંભેટ ગામ પાસે વોચ ગોઠવી હતી.

 

 

 

તે દરમિયાન હીરાપુરા ગામ તરફથી એક બાઈક આવતા તેને હાથ કરી ઉભો રાખવાની કોશિશ કરતા બાઈક ચાલક બાઈક વટાવી ખાડી તરફ નાસતો હતો ત્યારે પોલીસે પીછો કરતા બાઈક તથા વિદેશી દારૂનો જથ્થો ખાડી પાસે મૂકી નાસી છૂટ્યો હતો.

 

 

 

ઝઘડિયા પોલીસે બાઈક સાથે રાખેલા થેલામાં તપાસતા અલગ-અલગ બ્રાન્ડની 46 નંગ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ તથા એક બાઈક મળીએ કુલ રૂપિયા 37 હરારનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલ બુટલેગરોની તપાસ હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application