નેત્રંગ તાલુકાનાં આટખોલ ગામની સીમમાં લીમડાના વૃક્ષ નીચે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી 4 જુગારીઓને કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે 9 જુગારી ફરાર થઈ ગયા હતા. બનાવની ચીગ્ત એવી છે કે, નેત્રંગ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, આટખોલ ગામની સીમમાં આવેલા અરવિંદભાઇ કાઠીયાવાડીના ખેતરના છેડા ઉપર વિનોદ પ્રતાપભાઇ વસાવા અને અરવિંદ વસાવા બહારના ઇસમોને બોલાવી ભેગા કરી જુગાર રમાડે છે.
જે બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જોકે પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 13 હજાર અને 5 બાઈક તેમજ ૨ નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 2.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે 9 જેટલા જુગારીયાઓ ફરાર થઇ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500