Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂના જથ્થા સાથે 4 બુટલેગરો ઝડપાયા, 2 બુટલેગર વોન્ટેડ

  • September 10, 2021 

ભરુચ એલસીબી પોલીસે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપરથી ગણેશ મહોત્સવ દરમિયાન ભરુચ જિલ્લામાં લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી કુલ 10.28 લાખના મુદ્દામાલ સાથે 4 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જ્યારે 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતો બુટલેગર જિગ્નેશ કિરીટ પરીખે પોતાના માણસોને સિયાઝ ગાડી નંબર જીજે/16/બીજી/6855 મોકલી સ્વીફટ કાર નંબર જીજે/06/એફસી/7863ની પાયલોટિંગ કરી વિદેશી દારૂ અંકલેશ્વરથી ભરુચ મોકલનાર છે. જેવી બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી ઉભા હતા. તે દરમિયાન બાતમીના આધારે પાયલોટિંગ કરતી કાર અને તેના પાછળ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કારને અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 756 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 1.17 લાખનો વિદેશી દારૂ અને 7 નંગ મોબાઈલ ફોન તેમજ 2 કાર મળી કુલ રૂપિયા 10.28 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસે કીમના સૂર્યોલોક એપાર્ટમેન્ટમાં રહેતા બુટલેગર દિવ્યેશ હરેશ કાલરીયા, આકાશ રાજેશ વસાવા અને ચાંદઅલી કરમઅલી શેખ તેમજ વિજય દયારામ સોનવણેને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર જિગ્નેશ પરિખ તેમજ વિદેશી દારૂ મોકલનાર મહારાષ્ટ્રના નવાપુરના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application