અંકલેશ્વરના તેલવા ગામે ગત તા.26મી સપ્ટેમ્બરે સગર્ભા મહિલા પ્રસુતિ માટે હોસ્પિટલ લઇ જવાનો ફોન 108 એમ્બ્યુલન્સને મળતા તેલવા ખાતે પહોંચતા પિન્કીબેન વિજયભાઈ વસાવાને વધુ તકલીફ હોવાથી તેમને સારવાર માટે સીએચસી હોસ્પિટલમાં હાસોટ લઇ જવા નીકળ્યા હતા. ત્યારે 108 ઇએમટી હિતેશભાઈ પટેલ અને પાયલોટ સુલતાનભાઈ દ્વારા 108 એમ્બ્યુલન્સ તેલવા ગામથી થોડે દૂર પહોંચતા મોટવાણી ગામ પાસે રસ્તા ઈએમટી હિતેશભાઈને ડીલીવરીના લક્ષણો જણાતા પાયલોટ સુલતાનભાઈને એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રાખવા જણાવ્યું હતું, પછી હિતેશભાઈ અને સુલતાનભાઈ બન્ને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવી હતી. પ્રસુતી વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલા હોવાથી અમદાવાદ 108 ઓફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઇને હેમખેમ બાળકોના ગળામાથી નાળને કાઢીને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવી હતી અને પિન્કીબેનને બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ સમયે બાળકી કોઈપણ પ્રકારની હરકત ના કરતા હિતેષભાઇ પાછા ડોક્ટરની સલાહ મુજબ સારવાર આપી નવુંજીવન પ્રદાન કર્યું હતું. પિન્કીબેનને દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application