નેત્રંગ વન-વિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચી અને વનકર્મી એ વાડી-રાજપરા રોડ ઉપરથી આઈસર ટેમ્પો નંબર જીજે/૦૩/યુ/6631માં મોટા પ્રમાણમાં ખેરના લાકડા ભરીને પસાર થાય છે.
આ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. પરંતુ આઈસર ટેમ્પોનો ચાલક ભાગી છૂટતા તેનો પીછો કરી પકડી પાડ્યો હતો. ત્યારબાદ ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પામાંથી પકડાયેલા ખેરના લાકડા નંગ-121 જેની કીંમત રૂપિયા 1,80,000/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, અને ડ્રાઈવર રીઝવાન હનીફ મખમલ(રહે.ગોધર) રંગેહાથે ઝડપાઈ ગયો હતો.
નેત્રંગ વન-વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાકડાના વેપારી મુદ્દામાલ મોકલનાર રાજેન્દ્ર ચંદુ વસાવા અને મુદ્દામાલ મંગાવનાર બાવળા સોયેબ રસીદનું નામ બહાર આવ્યું હતું. આ બનાવમાં વન-વિભાગે તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500