ભરૂચ તાલુકાના કિશનાડ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરીએ 15 વર્ષ પહેલાં રૂપિયા 1.92 લાખની ઉચાપત કેસમાં ચીફ જ્યુડિશિયલ મેહિસ્ટ્રેટે 5 વર્ષની સજા ફટકારી છે. તાલુકાની કિશનાડ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી કીર્તિ ઉર્ફે કેતન મોહનભાઇ પટેલે 20 સપ્ટેમ્બર 2007 માં ખાતેદારની ભરપાઈ રકમમાં ઘાલમેલ કરી હતી. ખાતેદારને રૂપિયા 2.38 લાખ જમા લઈ સેક્રેટરીએ અસલ રસીદ આપી હતી. જ્યારે કાર્બન કોપીમાં 46,652 રૂપિયા જમા લીધા હતા. અને તેટલી જ રકમ ખાતેદારના સભ્યની ખાતાવહીમાં જમા લેવામાં આવી હતી. જે રૂપિયા 1.92 લાખની ઉચાપતનો કેસ ભરૂચ કોર્ટમાં ચાલી ગયો હતો. તે સમયના સરકારી વકીલ આર.કે.પટેલ અને હાલના એ.બી. ધાસુરાની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ આરોપી સેક્રેટરી કેતન પટેલને 5 વર્ષની સજા અને 25 હજારનો દંડ શનિવારે ફટકાર્યો હતો.જે તે સમયે સહકારી મંડળીના ઓડિટ અને ખાતેદારે જમા કરાવેલી રકમ ચેક કરતા સેક્રેટરીએ પોતાના આર્થિક લાભ ખાતર ખાતેદાર સભાસદ અને મંડળી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. સહકાર ક્ષેત્રે સભાસદોનો વિશ્વાસ જળવાઈ રહે અને ઉચાપતના આવા કિસ્સા અટકાવવા કોર્ટે આકરું વલણ દાખવી 15 વર્ષ જુના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. અને જો દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સજા કાપવા પણ ફરમાન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application