ભારતમાલા પરિયોજના ફરી વિવાદમાં આવી છે. કેમ કે,આ મામલે ખેડૂતોએ હાઈકોર્ટમાં રજૂઆથ કરી હતી. થરાદ અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ગેરકાયદેસર જમીન સંપાદન થયું હોવાની રજૂઆત હાઈકોર્ટમાં અરજી મારફતે આક્ષેપ સાથે કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં આ મામલે રજૂઆત કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવેના ચાલી રહેલા કામથી ખેડૂતોને નુકસાન થવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જમીન સંપાદન મામલે નિયમોની અમલવારી ન થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
સરકારે આ વિસ્તારને પ્રાઈમ એગ્રિકલ્ચ ઝોન જાહેર અગાઉ કર્યો હતો. ત્યારે મિશ્ર ધાન્યની સારી ઉપજવાળ ક્ષેત્રોમાં આ પ્રકારની કાર્યવાહીથી નુકસાનની આશંકા પણ ખેડૂતો દ્વારા સેવવામાં આવી રહી છે. ખેડૂતોના આર્થિક નુકસાન સાથે પાક પર્યાવરણને પણ નુકસાનનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.જો કે,આ સમગ્ર મામલે અરજીમાં કેન્દ્ર સરકાર,જિલ્લા કલેક્ટર પક્ષકાર ઉપરાંત એનએચએઆઈ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પક્ષકાર બનાવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500