Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 62 ઉમેદવારોનાં નામોનું એલાન કર્યું

  • October 19, 2022 

હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 62 ઉમેદવારોનાં નામોનું એલાન કરી દીધું છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ બેઠક પરથી લડશે તો અનિલ શર્માને મંડીથી ટિકીટ આપવામાં આવી છે. સતપાલ સિંહ સત્તીને ઉનાથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હિમાચલમાં તા.12 નવેમ્બરના રોજ વોટિંગ થશે અને તા.8 ડિસેમ્બરનાં રોડ કાઉન્ટિંગ થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પિતા અને પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં નથી આવી.




જોકે અનુરાગના સસરા ગુલાબ સિંહને પણ ટિકિટ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. વર્ષ-2017ની ચૂંટણીમાં બંનેને હારનો સામનો કરવો પડ્યો હતો. ચુરાહ બેઠક પરથી હંસરાજ, ભરમૌરથી ડો. જન્નક રાજ, ચંબાથી ઈન્દિરા કપૂર, ડેલહાઉસીથી ડી.એસ. ઠાકુર, ભટિયાલથી વિક્રમ જરિયાલ, નૂરપુરથી રણવીર સિંહ, ઈન્દોરાથી રીટા ધીમાન, ફતેહપુરથી રાકેશ પઠાનિયા, જાવલીથી સંજય ગુલેરિયા, જસવાન-પ્રાંગપુરથી વિક્રમ ઠાકુર, જયસિંહપુરથી રવિન્દર ધીમાનને ટિકિટ આપવામાં આવી છે.




તેમજ મનાલીથી ગોવિંદ સિંહ ઠાકુર, બંઝારથી સૂરેન્દર કુમાર, કરગોસથી દીપરાજ કપૂર, સુંદરનગરથી રાકેશ જમ્બાવ, નાચનથી બિનોદ કુમાર, દરંગથી પૂરન ચંદ ઠાકુર, જોગિન્દ્રનગરથી પ્રકાશ રાણા,ધર્મપુરથી રજત ઠાકુર, મંડીથી અનિલ શર્માને ટિકીટ મળી છે. બાલ્હથી ઈન્દર સિંહ ગાંધી, ભોરંજથી અનિલ ધીમાન,  સુજાનપુરથી કેપ્ટન (નિવૃત્ત) રણજીત સિંહ, હમીરપુરથી નરેન્દ્ર ઠાકુર, નાદૌનથી વિજય અગ્નિહોત્રી ચૂંટણી લડશે.




જયારે ચિંતપૂર્ણીથી બલવીર સિંહ ચૌધરી, ગેરેટથી રાજેશ ઠાકુર, કુટલાહારથી વીરેન્દ્ર કંવર, ઝંડુતાથી જેઆર કાતબાલ, ઘુમરવિનથી રાજેન્દ્ર ગર્ગ, બિલાસપુરથી ત્રિલોક જાંબલ, નૈના દેવીજીથી રણધીર શર્મા, અર્કીથી ગોવિંદ રામ શર્મા, નાલાગઢથી લખવિંદર રાણા, ડોન સર. સોલનથી પરમજીત સિંહ, સોલનથી રાજેશ કશ્યપ, કસૌલીથી રાજીવ સૈજલ, પછાડથી રીના કશ્યપ, નાહનથી રાજીવન બિંદલ, રેણુકાજીથી નારાયણ સિંઘ, પંબાટા સાહિબથી સુખરામ ચૌધરી, શિલ્લાઇથી બાદલદેવ તોમર, ચૌપાલથી બલબીર વર્મા, અજય શ્યામ અને અજય શ્યામ, કસુમ્પ્ટીથી સુરેશ ભારદ્વાજ, સિમલાથી સંજય સૂદને ટિકિટ આપવામાં આવી છે. સિમલા ગ્રામીણમાંથી રવિ મહેતા, જુબ્બલ-કોટખાઈથી ચેતન બ્રગટા, રોહરુમાંથી શશી બાલા, કિન્નૌરથી સુરત નેગીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application