ભુપેન્દ્ર પટેલ સરકારમાં આ વખતે સૌથી નાનું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે. આ મંત્રી મંડળમાં ભાનુબેન બાબરીયા એકમાત્ર મહિલા પ્રધાન છે. અગાઉ એકથી વધુ મહિલા પ્રધાનો સામેલ હતા. ત્યારે આ વખતે ફક્ત એક જ મહિલા પ્રધાનનો સમાવેશ કરાયો છે.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં, 16 ધારાસભ્યોએ પદની શપથ વિધી યોજાઈ છે. આઠ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. રાજ્યના બે પ્રધાનોને સ્વતંત્ર ચાર્જ આપવામાં આવ્યો છે જ્યારે છ રાજ્ય કક્ષાના પ્રધાનોએ મંત્રીમંડળમાં શપથ લીધા છે. જેમાં આ 16ના લિસ્ટમાં રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તે એકમાત્ર મહિલા પ્રધાન છે. તેમની રાજકીય કારકિર્દી પણ ખાસ રહી છે.
ભાનુબેન બાબરીયા વિશે
ભાનુબેન બાબારીયા સતત બીજી વખત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજકોટ 2012 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. રાજકોટને 2019 માં કોર્પોરેશન તરીકે પણ તેઓ ચૂંટાયા હતા. ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઇ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઇ બાબરીયા પણ એક સક્રિય ભાજપ અગ્રણી નેતા છે. રાજકોટ ગ્રામ્ય અનામત બેઠકમાંથી સતત બીજી વખત તેઓ ચૂંટાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500