વ્યંઢળો કોઇને ત્યાં પ્રોપર્ટી ખરીદી, વાસ્તુ, લગ્ન કે બાળકનો જન્મ વગેરે પ્રસંગોએ આવી ચડતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી બક્ષીસ સ્વીકારી લેવાના સ્થાને જીદ કરતા હોવાની ઘટનાઓ વધતી જાય છે. આમાંથી કયાંરેક બબાલ પણ થતી હોય છે. આવી એક ઘટના ઇન્દોરમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સૂર્યદેવનગરમાં રહેતા અમોલ ગડકરીને ત્યાં બાળકનો જન્મ થતા આશિર્વાદ આપવા કેટલાક વ્યંઢળો પહોંચ્યા હતા.
વ્યંઢળોએ બાળકના જન્મના ખૂશીના પ્રસંગે ૫૧૦૦૦ રુપિયાની માંગણી કરી હતી. ખૂબ રકઝક ચાલી પરંતુ ટસના મસ ના થતા છેવટે ટ્રાંસજેન્ડર સમૂહે પાળેલી પર્શિયન બિલાડી લઇ લીધી હતી. વ્યંઢળોના આ વર્તન અંગે પરીવારે પોલીસને જાણ કરી હતી. પાલતું બિલ્લી સાથે પરીવારના લોકોની લાગણીઓ જોડાયેલી હતી. બિલાડીનું અપહરણ થવાની ફરિયાદ થવા અંગે જાણકારી મળતા ટ્રાન્સજેન્ડર સમૂહ પર્શિયન બિલાડી પાછી આપવા આવ્યો હતો. બિલાડી ગભરાઇ ગયેલી હતી અને તાવ પણ આવ્યો હતો. જો કે છેવટે પરીવારના મુખ્ય સભ્યએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application