દેશમાં અનેક મોબાઈલ એપ્લિકેશન સાવ સરળતાથી નાની-મોટી લોન આપવા માંડી છે. આવી લોન લેનારા વ્યક્તિઓને સાવધાન રહેવા રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. આરબીઆઈએ કહ્યુ હતું કે ઓનલાઈન લોન આપનારા અનેક પ્લેટફોર્મ એવા છે, જેને અમે મંજૂરી આપી નથી. ભારતમાં રિઝર્વ બેન્કની મંજૂરી વગર કોઈ સંસ્થા લોન આપી ન શકે.
ઓનલાઈન એપ્લિકેશન હોવાથી સરકારી દસ્તાવેજો, બેન્કોની કામગીરી કે અન્ય માથાકૂટ વગર સાવ આસાનીથી લોન આપી દેવામાં આવે છે. આવી લોન આપનારી એપ પાસે લોન લેનારની અને તેના સગાં-વ્હાલાઓની અનેક વિગતો પહોંચી જતી હોવાની શક્યતા છે. માટે આવી લોન લેનારાઓએ સાવધાન રહેવુ જોઈએ. જેટલી લોન સરળતાથી મળતી હોય એટલી વધારે સાવધાની રાખવી જોઈએ.
અજાણ્યા વ્યક્તિઓને નો યોર કસ્ટમર (કેવાયસી) ડોક્યુમેન્ટ પણ ન આપવા જોઈએ એવી રિઝર્વ બેન્કે સલાહ આપી હતી. જો કોઈ વ્યક્તિ મોબાઈલ એપ દ્વારા અપાતી લોન છેતપરિંડીનો ભોગ બને અથવા તો કોઈ એપ શંકાસ્પદ લાગે તો આરબીઆઈની સાઈટ સચેત (https://sachet.rbi.org.in) પર ફરિયાદ નોંધાવી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500