વાલોડમાં ગુજરાત ગેસ કંપની દ્વારા યોગ્ય કામગીરી ન કરી હોવાને કારણે ફરી એક વાર સ્થાનિક તથા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવનાર વાહનો રસ્તાની બાજુમાં ઉતરતા જ ફસાઈ રહ્યા છે,કેટલાય દિવસથી વાહનચાલકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
વાલોડમાં ગુજરાત ગેસ કંપનીની લાઈન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, ગેસ કંપનીનો લાઈન નાખવાનું કામ કેટલાય મહિના અગાઉનું પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ ખોદકામ કરેલ ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરતા વાહનો ખાડામાં ફસાઈ રહ્યા હોય,જેના કારણે વાલોડના સ્થાનિકો તથા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
વાલોડમાં રસ્તાની બાજુમાં ખોદકામ કરીને લાઇન નાખવામાં આવી હતી જેમાં યોગ્ય કામગીરી ન થવાને કારણે ચોમાસાના પહેલા જ વરસાદમાં આખા ગામમાં દરેક જગ્યાએ રસ્તાની બાજુમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા હતા તે બાદ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેના કારણે સ્થાનિકો તથા રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500