મુંબઈમાં બેસ્ટની બસોમાં વિદ્યાર્થીઓ, વરિ નાગરિકો અને ઓફિસ જનારાઓ માટે એર-કન્ડિશન્ડ (એસી)) અને નોન-એસી બસોમાં માસિક પાસનાં દરોમાં ઘટાડો કરાયો છે. નવા ઘટાડાયેલાં ટિકિટ ભાડા શુક્રવારથી અમલમાં આવશે. બેસ્ટ ઉપક્રમના જણાવ્યા અનુસાર અમર્યાદિત રાઈડ પાસ માટેનું નવું ભાડું 10 રૂપિયા ઘટયું છે અને વ્યક્તિએ એક દિવસ માટે માત્ર 50 રૂપિયા અને માસિક પાસ માટે 750 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે, એક સુપર-સેવર પેકેજ છે જેમાં પ્રવાસી 28 દિવસ માટે 219 રૂપિયા ચૂકવી શકે છે અને 60 ટ્રિપ કરી શકે છે.
આ સ્કીમ હેઠળ વ્યક્તિ 15 રૂપિયાનાં દૈનિક પાસમાં ચાર ટ્રિપ કરી શકે છે. વરિ નાગરિકોને 28 દિવસ અને તેથી વધુ સમયની સુપર સેવર ઓફરમાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ખાનગી શાળાઓ અને કોલેજોનાં વિદ્યાર્થીઓને 200 રૂપિયામાં 30 દિવસનો પાસ મળશે. જેમાં 60 પ્રવાસની મંજૂરી આપી છે. મુસાફરો બેસ્ટ ચલો એપ દ્વારા ડિસ્કાઉન્ટેડ ભાડાની ઓફરનો લાભ લઈ શકે છે. તેઓ સ્કીમ પસંદ કરીને અને ડિજીટલ પેમેન્ટ કરી શકે છે. દરરોજ 32 લાખથી વધુ મુસાફરો બેસ્ટ ઉપક્રમની બસ સેવાઓનો ઉપયોગ કરે છે. આ આફર્સ મુસાફરોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે રજૂ કરવામાં આવી છે એમ બેસ્ટનાં અધિકારીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application