Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત સુરત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ ૧૬૫ ટકા કામગીરી : આરોગ્ય વિભાગે સ્વાસ્થ્ય ચકાસણીના નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૦ ટકાથી પણ વધુ કામગીરી પૂર્ણ કરી

  • January 21, 2023 

શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એપ્રિલ-૨૦૨૨થી ૧૯ જાન્યુઆરી-૨૦૨૩માં સુધીમાં રાજ્યના ૮૮ લાખ ૪૯ હજાર ૮૦૯ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ- સ્ક્રીનીંગ કરવામાં આવી છે. શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત સુરત જિલ્લાએ સર્વશ્રેષ્ઠ ૧૬૫ ટકા કામગીરી કરી છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમોએ સ્વાસ્થ્ય ચકાસણીના નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૦ ટકાથી પણ વધુ કામગીરી પૂર્ણ કરતા છેલ્લા ૮ મહિનામાં સુરત શહેરી વિસ્તારમાં ૪.૫૩ લાખ, સુરત જિલ્લામાં ૨.૮૭ લાખ બાળકોનું સ્ક્રીનીંગ કર્યું છે.



રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત કોર્પોરેશનમાં ૪.૫૩ લાખ, સુરત જિલ્લામાં ૨.૮૭ લાખ, ખેડા જિલ્લામાં ૪.૬૪ લાખ, કચ્છમાં ૪.૪૪ લાખ, અમદાવાદ કોર્પોરેશનમાં ૩.૯૨ લાખ, મહેસાણામાં ૩.૯૦ લાખ, આણંદમાં ૩.૮૭ લાખ, રાજકોટમાં ૩.૨૭ લાખ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સ્ક્રીનીંગના નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૦ ટકા થી વધુ પુર્ણ કર્યા છે.


 

શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી સ્ક્રીનીંગ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધું ૬,૪૭,૫૦૨ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

રાજ્યના ૮૮.૪૯ લાખ સ્ક્રીનીંગ થયેલ બાળકોમાંથી ૩૧૯૫ જેટલા બાળકોમાં કિડની, હ્રદય, કેન્સર જેવી વિવિધ ગંભીર પ્રકારની બિમારીઓનું નિદાન થયું હતુ. જેની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. જેમાં ૨૧૧૦ બાળકોને હ્રદયરોગ સંબધિત સારવાર, ૭૨૪ કિડનીની સારવાર, ૩૩૭ કેન્સરની સારવાર આપવામાં આવી છે. ૧૩ બાળકોના કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૧૦ બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને ૧ બાળકના લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર પણ આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરીને બાળકોને લાભ આપવામાં આવ્યો છે.



          

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓ રાજ્ય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે.


       

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧ર માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે.



રાજ્યમાં કુલ ૧૦૦૦ જેટલી RBSK(રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) મોબાઈલ હેલ્થ ટીમો કાર્યરત છે. દરેક ટીમમાં બે આયુષ ડોક્ટર (મેલ અને ફિમેલ) એક ફાર્માસીસ્ટ અને એક સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સમાવેશ થાય છે. બાળકોને 4D (બર્થ ડિફેક્ટ, ડેવપલમેન્ટલ ડીલે, ડિસીઝ અને ડેફિસીઅન્સી) માટે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા ચકાસણી કરવામા આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News