Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશનાં આઇટી હબ બેંગાલુરુમાં અતી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ : સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ

  • September 07, 2022 

દેશનાં આઇટી હબ ગણાતા બેંગાલુરુમાં અતી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશન ડુબી ગયા છે તેથી બે દિવસ પાણીનો કાપ જાહેર કરાયો હતો, જ્યારે હવે ગતરોજ બેંગાલરુની સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ છે અને કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ ઓનલાઇન કામ કરવા કહ્યું છે.




પરિસ્થિતિ એવી છે કે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકો પોતાની કારોને ઘરે છોડીને ટ્રેક્ટર પર ઓફિસ જવા મજબૂર થયા છે. સતત બીજા દિવસે પણ બેંગાલુરુના મોટા ભાગના રોડ પર ઘુટણ જેટલા પાણી ભરાયા છે. બીજી તરફ કર્ણાટક સરકાર બેંગાલુરુની હાલત માટે જવાબદારી લેવા તૈયાર નથી અને અગાઉની સરકારો પર ઢોળી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે બેંગાલુરુની વર્તમાન સ્થિતિ માટે અગાઉની કોંગ્રેસ સરકાર જવાબદાર છે.




જ્યારે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો હતો. બેંગાલુરુની સ્થિતિને લઇને એકબીજા પર આરોપો થઇ રહ્યા છે ત્યારે લોકોની સ્થિતિ કથળતી જાય છે. બેંગાલુરુમાં એક યુવતીને વીજળીના થાંપલાનો શોટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. બેંગાલુરુમાં સ્કૂટી બંધ પડી જતા ચાલતા જ આ યુવતી જઇ રહી હતી. એવામાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, તેથી તે પાણીમાં પડી ગઇ હતી, તે જે સ્થળે પડી ગઇ હતી ત્યાં જ વીજળીનો થાંપલો હતો, જેમાં વિજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.




આ ઘટના બાદ લોકોમાં પ્રશાસન અને કર્ણાટક સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો જાહેર કરીને મદદ માગી રહ્યા છે પણ કોઇ મદદ માટે આગળ નથી આવી રહ્યું તેવી પણ ફરિયાદો કરી રહ્યા છે. બીજી તરફ કાવેરી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નદીના કાંઠાવાળા વિસ્તારોના ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.




અનેક લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને સાલેમ જિલ્લામાં આવેલા મેટ્ટુર ડેમની સપાટી વધી ગઇ છે અને પાણી છોડાઇ રહ્યું છે. હવામાન વિભાગે આગામી નવમી તારીખ સુધી બેંગાલુરુ સહિતના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી છે તેથી પરિસ્થિતિ વધુ કફોડી બનવાની ભીતિ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application