Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી તાલુકાના લાભાર્થી સગર્ભા આરતીબેન ગામીત અને તેમના ગર્ભસ્થ શિશુને મળી રહ્યો છે પૂરક પોષણ આહાર

  • September 30, 2023 

રાજ્ય સરકાર જન-જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત કાળજી લઈ રહી છે, ત્યારે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન અંતર્ગત બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યપ્રદ પોષણયુક્ત આહાર-સપ્લિમેન્ટ્રી ફૂડ મળી રહે તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજના અમલી છે. જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના,પોષણ સુદ્યા યોજના તથા દુધ સંજીવની યોજના હેઠળ બારડોલી તાલુકાના માતા ફળિયામાં રહેતા ૨૪ વર્ષીય લાભાર્થી સગર્ભા આરતીબેન ગામીત અને તેમના ગર્ભસ્થ શિશુને પૂરક પોષણ આહાર મળી રહ્યો છે. લાભાર્થી સગર્ભા આરતીબેન ગામીત જણાવ્યું કે, રાજ્ય સરકાર વિવિધ યોજના હેઠળ બારડોલી તાલુકાના માતા ફળિયા આંગણવાડી કેન્દ્ર-૨થી દર મહિને પોષક આહારના ૪ માતૃશક્તિ પેકેટ આપવામાં આવે છે.



જેમાં બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણશક્તિ આહારમાં મકાઈ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, સોયાબીન, ખાંડ, તેલ સહિતની પોષક તત્વો સાથે આટા સ્વરૂપે ખાદ્ય સામગ્રી અપાય છે. જેમાં જુદા જુદા પ્રકારના મલ્ટીવિટામિન્સ, કાર્બોદિત પદાર્થો તેમજ ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. ઉપરાંત, આયર્ન અને આયોડિનયુક્ત ડબલ ફોર્ટીફાઈડ સત્વ મીઠાનું પેકેટ પણ આપવામાં આવે છે. આ આહારના સેવનથી માતા અને ગર્ભસ્થ શિશુને પોષણ મળે છે. હું આંગણવાડીની બહેનોના માર્ગદર્શન હેઠળ માતૃશક્તિ પેકેટમાંથી સુખડી, શીરો, પુડા (ભાજી), ઢેફલી, થેપલા જેવી સ્વાદિષ્ટ પોષકતત્વસભર વાનગીઓ બનાવું છું, અને નિયમિતપણે આરોગું છું.



આરતીબેન વધુમાં જણાવે છે કે, આહારમાં આયર્ન અને આયોડિનયુક્ત સત્વ મીઠું ઉપયોગમાં લેવાથી માતા અને બાળકમાં લોહીની ઉણપ રહેતી નથી, તેમજ સગર્ભા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે, તેમજ ધાત્રી માતા, કિશોરીઓ તેમજ સગર્ભાઓના માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. મીઠામાં રહેલું આયર્ન મગજને સક્રિય બનાવે છે, અને લોહીમાં લોહતત્વ પણ જળવાઈ રહે છે, એનિમીયા થતો અટકે છે. માતૃશક્તિ આહારમાંથી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવીને આરોગવાથી મારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા અનુભવું છું.



તેમજ સરકારની પોષણ સુદ્યા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં પૌષ્ટિક ભોજન જમાડવામાં આવે છે.અને દુધ સંજીવની યોજના હેઠળ દર બુધવાર અને શુક્રવારના રોજ ૨૦૦ એમએલ દુધનું અલગ અલગ ફેલેવરનું પેકેટ આપવામાં આવે છે. જેનાથી શરીરને શક્તિ મળી રહે છે. સરકારની યોજના થકી મારા જેવી અનેક સગર્ભા મહિલાઓને પોષણ યુક્ત આહાર મળી રહ્યો છે એ બદલ સરકારના આભારી છીએ. સરકારની આ યોજના જનજનસુધી પોહોંચે માટે મારા જેવી દરેક સગર્ભા મહિલાઓને આ યોજના વિશે માર્ગદર્શન આપી લાભ લેવા માટે આગ્રહ કરું છું એવું તેમણે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application