Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનના આગમન પહેલા દ્વારકા નગરી સજી ઉઠી

  • February 24, 2024 

વડાપ્રધાનના આગમન પહેલા દ્વારકા નગરી સજી ઉઠી છે. ગોમતી ઘાટ, સુદામા સેતુ સહિત અનેક પ્રવાસના સ્થળો રોશનીથી ઝગમગી ઊઠ્યા છે. દ્વારકાના મુખ્ય માર્ગોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના પર્વથી પણ વિશેષ શણગારવામાં આવી છે દ્વારકા નગરી. દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ ખાતે વોટર શો આયોજિત કરાયો છે. જ્યાં કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલા કિસ્સાઓ બતાવવામાં આવી રહ્યાં છે.


બેટદ્વારકા વચ્ચે નવો બનાવવામાં આવેલ સિગ્નેચર બ્રિજનું નામ બદલીને સુદર્શન સેતુ રાખવામાં આવે તેવી શક્યતા છે. ઓખા બેટ દ્વારકાને જોડતો આ બ્રિજનું નામ રમણ દ્વીપ અથવા કૃષ્ણ સેતુ સહિતનાં અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી દ્વારા પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન સેતુ નામનો ઉલ્લેખ કરાયો છે. સિગ્નેચર બ્રિજના નામને લઈને અનેક લોકોએ નામ બદલવાની માંગ ઉઠી છે.


આ સિગ્નેચર બ્રિજને 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે. બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પૂર્વે તારીખ 24 ફેબ્રુઆરીના રાત્રિના સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે. જ્યારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે હવાઈ માર્ગે આવી પહોંચ્યા બાદ જામનગર શહેરના દીગજામ સર્કલથી સર્કિટ હાઉ સુધીના લાલબંગલા સર્કલ સુધીના માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિનંદન ઝીલશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application