Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નશો કરતા પહેલા સાવધાન,હવે ડ્રગ્ઝ લેતા પકડાયા તો ખૈર નહીં,પોલીસનું આ છે પ્લાનિંગ

  • December 26, 2022 

નશો કરતા પહેલા સાવધાન, હવે ડ્રગ્ઝ લેતા પકડાયા તો ખૈર નહીં. ૩૧ ડીસેમ્બરની ઉજવણી પહેલા પોલીસ દ્વારા પહેલ કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પહેલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી દારુ પીધેલો છે કે નહીં તે તપાસવાની સિસ્ટમ લાગુ કરાઇ હતી. હવે ડ્રગ્ઝ લીધુ છે કે નહી તે જાણવા નવી સિસ્ટમ થશે લાગુ થશે. રસ્તા પર જેમ દારુ પીંધેલાની એનાલાઇઝર દ્વારા ચકાસણી થતી તેમ હવે ડ્રગ એનાલાઇઝરથી ચકાસણી થશે.



કોલેજ , પાન ના ગલ્લા , ક્લબ , પાર્ટીઝ સહિત એવી તમામ જાહેર જગ્યાઓ જયાં ડ્રગ્ઝ લેવાતું હોવાની સંભાવના જણાય ત્યાં ત્યાં સ્થાનિક પોલીસ રેડ પાડશે. રાજ્યમાં પ્રથમ વાર આ પ્રયોગ થશે. શરુઆતમાં અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ આ ચાર મોટા શહેરોમાં આ પ્રયોગ કરાશે. રાજ્ય સરકારે રુપિયા ૫૦ લાખ કીટ વસાવી છે. આ કીટથી ઓન ધ સ્પોટ - ડ્રગ્ઝ લીધું છે કે કેમ તે જાણી શકાશે. કીટ વાપરવાની ટ્રેનિગ હાલ શરુ છે ત્યારે આગામી ૩૧ ડીસેમ્બરથી લાગું થઇ શકે છે.




અમદાવાદમાં 200 જગ્યાએ પોલીસની રહેશે નાકાબંધી


ખાસ કરીને થર્ટી ફર્સ્ટમાં અમદાવાદ પોલીસ દારુડીયાઓને પકડવા 700 બ્રેથ એનલાઈઝરનો કરશે ઉપયોગ આ ઉપરાંત 200 જગ્યા પર નાકાબંધી કરવામાં આવશે. ગુજરાતમાં દારુબંધી છે ત્યારે ડ્રક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ પણ બનતા હોય છે ત્યારે પોલીસે આ વખતે એક્શન પ્લાન દારુડીયાને પકડવા માટે બનાવ્યો છે. 200 જગ્યાઓ પર નાકાબંધી કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટને લઈને તૈયારીઓ તેજ બની છે ત્યારે પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં દરેક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ દ્વારા કળી નિગરાણી રાખવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News