વલસાડના કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામમાં ફૂડ પોઇઝનીંગ ના કારણે એક જ પરિવારના બે બાળકોના મોત થયા છે. જ્યારે ચાર સભ્યોની હાલત ગંભીર બની હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને પગલે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામમાં એક જ પરિવારના છ સભ્યોને ફૂડ પોઇઝનીંગની અસર થઈ હતી. પરિવારના સભ્યોએ બે દિવસ પહેલા રાંધેલા વાસી ભાત ખાધા હતા. આથી તમામ છ સભ્યોને ફૂડપોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે બે બાળકીઓના મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારના અન્ય બે બાળકો અને માતા-પિતાને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application