વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં બાસમતિ ચોખાની નિકાસ 14 ટકા વધી 2.59 અબજ ડોલર રહી છે જે ગયા નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં 2.27 અબજ ડોલર રહી હતી. ડેરી પ્રોડકટસની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એગ્રિકલ્ચરલ પ્રોડયૂસ એકસપોર્ટસ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના આંકડા પ્રમાણે કૃષિ ઉત્પાદનોની એકંદર નિકાસ 11 ટકા ઘટી 12.19 અબજ ડોલર રહી છે. વોલ્યુમની દ્રષ્ટિએ બાસમતિની નિકાસમાં 6.58 ટકા વધારો થઈને 23 લાખ ટન રહેલા પામી છે. નોન-બાસમતિની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ 15.40 ટકા ઘટી 2.27 અબજ ડોલર રહી છે. ઘર આંગણે ઉપલબ્ધતા વધારવા સરકાર દ્વારા નિકાસ પર અંકૂશ મુકાતા નોન-બાસમતિની નિકાસમાં ઘટાડો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application