નર્મદા જિલ્લામાં મોબાઇલ મીસીંગની અરજીઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાતા આ ગુમ થયેલ મોબાઇલ જે તે માલીકને પરત આપવા સારૂ પોલીસ અધિક્ષક નર્મદાએ LCB નર્મદાની ટીમને સૂચના આપી હતી. જેના ભાગરૂપે જિલ્લાની પેન્ડિંગ 37 મોબાઈલ મિસિંગની અરજીઓના આધારે મોબાઈલ રીકવર કરવામાં નર્મદા LCBની ટીમને સફળતા મળી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા સાયબર સેલના સ્ટાફની સાથે સંકલનમાં રહી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ ગુમ મોબાઇલની અરજીઓ આધારે આ અરજીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ મારફતે ગુમ થયેલ ખોવાયેલા મોબાઇલ પૈકીના કુલ 37 એન્ડ્રોઇડ મોબાઇલ અલગ અલગ કંપનીનાં રીકવર કરવામાં આવ્યા હતા.
આમ આ કુલ 37 એન્ડ્રોઇડ મોબાઇલ અંદાજીત રૂપિયા 5,71,760/-ની કિંમતના છે. નર્મદા પોલીસ દ્વારા તેમના માલિકોને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસ હાલ ચોરી સહિત અન્ય ગુનાઓ ડિટેક્ટ કરવામાં ખુબ વ્યસ્ત હોવા છતાં સમાજના લોકો દ્વારા એન્ડ્રોઇડ મોબાઈલ ફોનની કાળજી ના રાખી ક્યાંક ભૂલી ગયા એટલે તેમનો મોબાઈલ ખોવાઈ હોવાનું પોલીસમાં અરજી નોંધાવી.
પરંતુ એક જવાબદારી સમજી હંમેશા લોકોની મદદ માટે તત્પર પોલીસે આ ખવાયેલા મોબાઈલો શોધવાની કામગીરી હાથમાં લીધી અને કેટલાક જિલ્લામાંથી મોબાઈલ મળ્યા તો કેટલાક જિલ્લા બહારથી કેટલાક તો રાજ્ય બહાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ મોબાઈલો મળ્યા પોલીસ ત્યાં પહોંચીને મોબાઈલ શોધી લાવી આવી કામગીરીને લઈને જાણતા પણ નર્મદા ટીમનો આભાર વ્યક્ત કરી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500