સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પાસેથી ગૌ રક્ષકોની બાતમીના આધારે ગેરકાયદેસર રીતે લઇ જવાતા ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપી પાડી પશુઓ અને ટ્રક મળી કુલ રૂપિયા ૬,૫૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ગૌ રક્ષકોએ સોનગઢ પોલીસને આપેલ બાતમીના આધારે તા.૨૬મી મે ૨૦૨૩ની મોડીરાત્રે પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલ નાકા પાસેથી ટ્રક નંબર જીજે/૦૧/જીટી/૦૮૦૬ ને ઝડપી પાડી તપાસ કરતા ટ્રકમાંથી ૧૫ ભેંસો અને ૧ પાડો મળી કુલ ૧૬ પશુઓને ટ્રકમાં ખીચોકીચ ભરી પશુઓને બિનજરૂરી દુઃખ કે દર્દ ભોગવવો પડે તેમજ વાહનમાં પશુઓને માટે હલનચલન માટે વ્યાજબી મોકળાશ મળતી ન હોય તેવી રીતે એક ઠેકાણેથી બીજા ઠેકાણે પશુઓને ગેર વ્યાજબી સમય સુધી ટૂંકા દરોડા વડે બાંધી પશુઓ માટે પૂરતો ઘાસચારોનો ખોરાક અને પાણીની વ્યવસ્થા કે કોઈ પ્રાથમિક સારવારના મેડિકલ સાધનો વગર તથા ભેંસોને લઈ જવા માટે કોઈ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેરનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઈ જતા ભેંસો નંગ-૧૫ તથા પાડો નંગ-૧ મળી કુલ-૧૬ પશુઓની કિંમત રૂપિયા ૧,૫૫,૦૦૦/- તેમજ ટ્રકની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૫૫,૦૦૦/-નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સિરાજ ફકીરરહીમ બિસ્મિલ્લાહ શાહ તથા રહીમ બિસ્મિલ્લાહ શાહ બંને રહે.જૂની કોર્ટની બાજુમાં તા.કડી જી.મહેસાણા નાઓને ઝડપી પાડ્યા હતા. જોકે પશુઓને ભરી આપનાર ઈરફાન ચાંદભાઈ કુરેશી રહે.કડી જી.મહેસાણા નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500