Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : સુરત ડીસ્ટ્રીકટ કો.બેંકમાં બંદુકની અણીએ 10.40 લાખની સનસની ખેજ લુંટ

  • October 13, 2021 

સુરતના બારડોલી પોલીસ મથકની હદમાં દિન દહાડે લુંટનો બનાવ બન્યો છે, મોતા ગામની સુરત ડીસ્ટ્રીકટ કો.બેંકમાં દિન દહાડે લુટારુઓ ત્રાટક્યા હતા અને બંદૂકની અણીએ ૧૦.૪૦ લાખની લુંટ ચલાવી ફરાર થયા હોવાનું બહાર આવ્યું છે. જોકે આ સમગ્ર લુંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે, આ ઘટના બાદ બારડોલી સહિતના કેટલાક વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. 

 

 

 

 

આ અંગે જાણવા મળતી વિગતોનુસાર ફિલ્મી સ્ટાઈલથી બંદુક સાથે આવેલા ત્રણ જેટલા શખ્શોએ બેંકમાં લૂંટ ચલાવી પોલીસને દોડતી કરી દીધી છે. બારડોલીના મોતા ગામે કાર્યરત સુરત ડીસ્ટ્રીકટ કો.બેંકમાં બંદુક સાથે આવેલા ત્રણ જેટલા ઇસમો લૂંટને અંજામ આપી ફરાર થયા છે. આ હથિયારધારી શખ્સોએ બેન્કના કર્મીને બંદુક બતાવી ધમકાવી ડરાવ્યો હતો અને બંધક બનાવીને લાખોની લૂંટ ચલાવી ફરાર થયા છે. લુંટારુઓએ માત્ર પંદર જ મીનીટમાં લુંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફનો કાફલો બેન્કે દોડી ગઈ છે અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચલાવી રહ્યા છે, 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application