ગુજરાત રાજ્ય સરકારમાં આવું સોર્સિંગ કર્મચારીઓ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપવા અથવા આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે યોગ્ય પગાર નીતિ બનાવવા બારડોલી તાલુકા સેવા સદન મુકામે ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ બારડોલી પ્રાંત,ડેપ્યુટી કલેકટરને તેઓની વિવિધ માંગણીઓ દર્શાવતુ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ગુજરાત રાજ્યના વહીવટના વિવિધ અંગો તરીકે ફરજ બજાવતા કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓ અત્યંત ઓછા પગારે કામ કરતા હોય તેઓને કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ પણ હોય છે. કરાર આધારિત એજન્સીઓ સાથે કામ કરતા આ કર્મચારીઓને આઉટસોર્સિંગ માં ઓછો પગાર મળતો હોય તેઓનું શોષણ થઈ રહ્યું હોવાનું જણાવતા આવેદન કરતા હોય એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ભારતમાં એક મોડલ રાજ્ય તરીકે ઓળખાય છે તેવા સમયે આઉટસોર્સ કર્મચારીઓનો હીસો ઘણો મોટો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ એજન્સીઓ ને કર્મચારીઓના પગાર પેટે અંદાજે રૂપિયા ૧૫ થી ૨૦ હજાર પ્રતિ કર્મચારી ચૂકવાઇ છે પરંતુ કરાર આધારિત કર્મચારીઓ ને માત્ર ચારથી આઠ હજાર જેટલી નાની રકમ ચૂકવાઇ છે.
કર્મચારીઓનો પી એફ જમા થતો નથી. તથા મેડીકલ, એલ.ટી.સી, વીમા જેવા લાભ પણ મળતા નથી. બારડોલી મુકામે કાર્યરત ૧૬ જેટલા કરાર આધારિત કર્મચારીઓએ આવેદન આપતા તેઓને કાયમી કરવામાં આવે અથવા તેઓને સમાન વેતન અને તમામ લાભો આપવામાં આવે અને તમામને સેવાપોથી બનાવવામાં આવે તથા લાંબા ગાળાની જગ્યાઓમાં કર્મચારીઓને સરકારી પ્રવાહમાં સમાવાય જેવી માંગણીઓ કરી બારડોલી પ્રાંત ડેપ્યુટી કલેકટરને તેઓની વ્યાજબી માંગણી દર્શાવતુ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500