સમગ્ર દક્ષીણ ગુજરાત સહીત સુરત શહેર સહીત જિલ્લામાં પણ માલધારી સમાજ દ્વારા ચાલી રહેલ લડતમાં સુરત જિલ્લામાં પણ આની સીધી અસર જોવા મળી હતી. જ્યાં જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું તો આ બંધના એલાનને બજારના વેપારીઓ દુકાનો બંધ રાખી સફળ બનાવ્યું હતું ઢોર નિયંત્રણ બિલ બાબતે સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ આક્રોશના મૂડમાં છે.
માલધારી સમાજની લડતના ઘેરાં પ્રત્યાઘાત સુરત જિલ્લામાં પણ જોવા મળ્યા હતા. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વ્યાપારી મથક ગણાતું મઢી ગામે માલધારી સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.માલધારી સમાજ દ્વારા વ્યાપારીઓને સમર્થન માટે શાંતિપૂર્ણ રીતે અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સમસ્ત મઢી બજાર બંધમાં જોડાયું હતું. માલધારી સમાજ દ્વારા આજે વહેલી સવારે દુકાનો નહીં ખુલે એ માટે મોટી બજારમાં એકત્ર થયા હતા. અને કર્યા હતા. ઢોર નિયંત્રણ બિલ સરકાર પાછુ લે તેમજ ગૌચર ઉપર થયેલા દબાણ પણ પશુઓ માટે ખુલ્લા કરવામાં આવે એવી પણ માલધારી સમાજ દ્વારા માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application