બારડોલી તાલુકાના હરીપુરા ગામે તાપી નદી પર બનેલા કોઝવે પર જળ બિલાડીનો પરિવાર નજરે પડ્યો હતો. કોઝવે પરથી પસાર થતાં મોટર સાયકલ ચાલકે આ નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
બારડોલી તાલુકાના હરીપુરા ગામે તાપી નદી પર બનેલા કોઝવે પણ પાણી ફરી વળ્યા હતા. આ કોઝવે પર બે દિવસ પહેલા જળ બિલાડી કોઝવે ક્રોસ કરતી નજરે પડી હતી. જે વિડીયો મંગળવારના રોજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. એક સાથે ચાર જેટલી જળ બિલાડી તાપી નદીમાં જોવા મળતા પ્રકૃતિ અને પ્રાણી પ્રેમીઓ પણ અચરજ પામી ગયા હતા. સામાન્ય રીતે જળબિલાડી નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઘણી વખત તાપી નદીના પાણીમાં આ જળ બિલાડી જવલ્લે જ જોવા મળે છે. ત્યારે બે દિવસ પહેલા હરીપુરા કોઝવે પર પાણી ચઢી રહ્યા હતા તે સમયે અચાનક ચાર જેટલી જળબિલાડીઓ કોઝવે ક્રોસ કરીને નદીમાં જતી હોય એવો વિડીયો એક મોટર સાયકલ સવારે ઉતારી લીધો હતો. આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application