બારડોલીના ખરવાસા ઇશનપોર રોડ ઉપર એક ઇકો કારના ચાલકે સ્ટેરીંગ ઉપરનો અચાનક કાબુ ગુમાવતા ઇકો કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત સમયે ઇકો કારમાં સવાર ૮ વિદ્યાર્થીઓ પૈકી ૨ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અત્યંત ગંભીર હાલતમાં બારડોલી ખાતે સારવાર અર્થે ખસેડાયેલા વિદ્યાર્થીઓ પૈકી ૧નું મોત થતા અકસ્માતમાં કુલ મૃત્યુ આંક ૩નો થવા પામ્યો હતો. જ્યારે અન્ય ૫ વિદ્યાર્થીઓને સારવાર માટે દાખલ કરાયા છે.
મૃતકોના નામ
(૧) પારસ રોહિતભાઈ શાહ રહે.નવાપરા,માંડવી (૨) જયકુમાર અમરચંદ શાહ રહે.અવંતિકા સોસાયટી,કામરેજ (૩) કીર્તનકુમાર વીરમકુમાર ભાવસાર રહે.મહુવા
ઇજાગ્રસ્તના નામ
(૧) તનિષ્ક મેહુલભાઈ પારેખ રહે.અડાજણ, સુરત (૨) મનસ્વી મનીષભાઈ મેરુલીયા રહે.કતારગામ, સુરત (૩) સુમિન ઉર્ફે સ્મિત દીપકભાઈ માધવાણી રહે.બારડોલી (૪) નિધિ લક્ષ્મણભાઈ પટેલ રહે.નવાગામ, નવસારી (૫) હેતવી દિલીપભાઈ પટેલ રહે.માંડવી (સુરત મહાવીર હોસ્પિટલમાં)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500