Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં ચકચાર મચાવનાર વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર કેતન ગોંડલીયા જ નીકળ્યો હત્યારો

  • August 06, 2021 

સુરત જિલ્લામાં ભારે ચકચારીત બનેલા બારડોલીના નાંદીડા ચાર રસ્તા પાસે ગ્લાસ શો રૂમના યુવાન માલીકની ધોળે દિવસે ગોળી મારી હત્યા કરવાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સોપારી આપનાર સહિત ચાર જણાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપીની પત્ની સાથે મૃતક વેપારીના પ્રેમસંબંધ હતા જેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા તેઍ પત્નીને છુટાછેડા આપી દેતા મુતકે તેની સાથે કોર્ટમાં મેરેજ કરી સાથે રહેવા લાગ્યા હતા. વેપારીઍ મિત્રતામાં દગ્ગો આપ્યો હોવાનું લાગી આવતા તેની અન્ય મિત્ર મારફતે રૂપિયા ૨ લાખમાં સોપારી આપી હત્યા કરાવી હોવાની કબુલાત કરી છે. પોલીસે સોપારી લેનાર આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

 

 

 

 

 

બારડોલી પોલીસના પી.આઈ.પી.વી પટેલ અને તેમના સ્ટાફ સાથે ઍલસીબી અને ઍસઓજીને પણ તપાસમાં જોડવામાં આવી હતી. 

જિલ્લા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બારડોલી નવદુર્ગા સોસાયટી ખાતે રહેતા અને બારડોલીના નાંદીડા ચાર રસ્તા નજીક શ્રી રામ ગ્લાસના નામે  દુકાન ધરાવતા ૩૫ વર્ષીય નિખિલ સુધીરભાઇ પ્રજાપતિની ગુરુવારે બપોરે ત્રણેક વાગ્યે બાઇક પર ત્રિપલ સવાર આવેલા અજાણ્યાઓ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી જાહેરમાં ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બનાવની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ જીલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક બારડોલી પોલીસના પી.આઈ.પી.વી પટેલ અને તેમના સ્ટાફ સાથે ઍલસીબી અને ઍસઓજીને પણ તપાસમાં જોડવામાં આવી હતી. અને પીઆઈ બી.કે.ખાચર અને કે.જે.ધડુકે અલગ અલગ ટીમો બનાવી સી.સી.ફુટેજના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમ્યાન ઍલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર જંયતીલાલ, અનિલભાઈ રામજી અને અલ્તાફ ગફુરભાઈને ફાયરિંગ કરનાર અંત્રોલી ભુરીફળિયામાં રહેતા સાગર નટવર વાસફોડી. હિતેશ વિનોદ વાધરી (સુરેલા) અને બાદલ કિશોર રાઠોડ હોવાની બાતમી મળતા ત્રણ પૈકી બાદલ રાઠોડ અને હિતેશ વઘરીને ઝડપી પાડી તેમની પાસેથી તંમચો પણ કબજે કર્યો હતો. બંને જણાની પુછપરછમાં નિખીલ પ્રજાપતિની હત્યા  કરવા માટે  કેતન ભીખા ગોંડલીયાએ વિશાલ રમેશ રાઠોડ મારફતે રૂપિયા ૨ લાખમા સોપારી આપી હોવાની કબુલાત કરતા ઍલસીબીએ બંને જણાને પણ ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

 

મીટીંગ કર્યા બાદ માર્ચ મહિનામાં રૂપિયા ૧.૫૦ લાખ સાગરને આપ્યા હતા

વધુમાં પોલીસ સુત્રોઍ જણાવ્યું હતું કે કેતન અને  મૃતક નિખીલ પ્રજાપતિ ગાઢ મિત્ર હતા. બંને એક બીજાનાં ઘરે  આવન જાવન કરતા હતા દરમિયાન કેતનની પત્ની ચંદનબેન અને નિખીલની આંખ મળી ગઈ હતી અને જેની જાણ કેતનને થતાં પત્ની સાથે અવાર-નવાર  ઝઘડા થવા લાગતા અંતે દંપતિ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડતાં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી અને તેને જાન્યુઆરી મહિનામાં છુટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ  નિખીલ સાથે કોર્ટ મેરેજ કરી સાથે રહેવા લાગ્યા હતા. નિખીલ પાકો મિત્ર હતો અને તેને દગ્ગો કર્યો હોવાની વાતનું મનદુખ રાખી  નિખીલની હત્યા કરવાનુ નક્કી કયું હતુ અને આ અંગે તેના મિત્ર  વિશાલ રાઠોડને વાત કરી હત્યા કરવા માટે માણસો શોધી આપવા કહેતા તેને સાગરને ફેબ્રુઆરીમાં રૂપિયા ૨ લાખમાં સોપારી આપી હતી.  સોપારીના પૈસા પહોચતા કરવાની બાહેધરી વિશાલે લીધી હતી, મીટીંગ કર્યા બાદ માર્ચ મહિનામાં રૂપિયા ૧.૫૦ લાખ સાગરને આપ્યા હતા. ત્યારબાદ નિખીલની રેકી કરી હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે કેતન ગોડલીયા, વિશાલ રાઠોડ, હિતેશ વાધરી અને બાદલ રાઠોડની ધરપકડ કરી છે જયારે સોપારી લેનાર સાગરને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

 

 

 

 

હત્યાનો પ્લાન જાન્યુઆરી મહિનામાં ઘડાયો હતો.

કેતન ગોડલીયાએ તેની પત્ની ચંદનબેન સાથે છુટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ તે નિખીલ પ્રજાપતિ સાતે કોર્ટમાં મેરેજ કરી તેની સાથે રહેવા લાગી હતી. નિખીલ પ્રજાપતિ ગાઢ મિત્ર હોવા છતાંયે ચંદન સાથે મેરેજ કરી ને તેની સાથે દગ્ગો કરતા તેને ખુબજ ખોટુ લાગી આવ્યું હતું અને તે વાતનું મનદુખ રાખી તેની હત્યા કરવાનું નકકી કરી આ અંગે તેના મિત્ર વિશાલ રાઠોડને હત્યા કરવા માટે માણસો પુરા પાડવા માટે વાત કરી હતી અને નિખીલની હત્યાની સોપારી જાન્યુઆરી મહિનામાં જ આપી હતી અને ફેબ્રુઆરીમાં મીટીંગ કરી ઍડવાન્સમાં ૨૦ હજાર આપ્યા બાદ ૨ લાખમાં સોપારી નક્કી કરી હતી. અને નિખીલની હત્યા બાદ સોપારી લેનાર સાગરને રૂપિયા ૧.૫૦ લાખ આપ્યા હતા.

 

 

 

 

નિખીલની દુકાન અને બેઠકની રેકી કરી

કેતન ગોડલીયાએ સોપારી આપ્યા બાદ શુટર સાગર વાસફોડિયા ઍન્ડ ગેંગને નિખીલની હત્યા કરવા માટે તેની દુકાન અને તેની બેઠકવાળી જગ્યાઓ બતાવી હતી. તથા એકબીજાના સાથે વોટ્સઅપ કોલીંગ દ્વારા સંપર્કમાં રહી વોચ રાખતા હતા.

 

 

 

 

 

આરોપીઓના નામ 
  1. કેતન ભીખાભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૪. ધંધો, વેપાર, રહે,બારડોલી સપ્તશૃંગી  સોસાયટી)
  2. વિશાલ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૮. ધંધો. વેપાર, રહે,ધામળોદ વુંદાવન સોસાયટી બારડોલી)
  3. હિતેશ વિનોદભાઈ વાધરી (સુરેલા) (ઉ.વ.૨૧.રહે, વરેલી સગુન કોમ્પ્લેક્ષ પલસાણા)
  4. બાદલ કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.૨૦.રહે, અંત્રોલી ભુરી ફળિયુ પલસાણા) 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application