Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં ધ વોઈસ ઓફ હાર્ટ દ્વારા સંગીત સ્પર્ધા યોજાઈ

  • March 23, 2021 

બારડોલી વિસ્તારનાં જલારામ હોલમાં, ધ વોઈસ ઓફ હાર્ટ સંગીત સ્પર્ધા યોજાઈ હતી. ઓર્ગેનાઈઝર મિતુલ રબારી દ્વારા આયોજન કરાયું હતું. આ વોઈઝ ઓફ હાર્ટની સ્પર્ધામાં કુલ 32 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

 

 

 

 

આ સ્પર્ધાની શરૂઆત બારડોલી પ્રદેશ રબારી સમાજના પ્રમુખ વિઠલભાઈ રબારીના હસ્તે રીબીન કપાવી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ હિન્દી તેમજ ગુજરાતી ગીતો ગાઈ પોતાનું પર્ફોર્મ આપ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે બારડોલીના અઝર કાદરી, દ્વિતીય ક્રમે આશ્રુતિ પટેલ અને તૃતીય ક્રમે કૃણાલ મૈસુરીયા આવ્યા હતા. વિજેતા સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે આવેલા સ્પર્ધકને ટ્રોફી અને રૂપિયા 2100/- રોકડ ઈનામ, દ્વિતીય ક્રમે આવેલાને ટ્રોફી તેમજ 1100/- રોકડ તેમજ તૃતીય ક્રમે આવેલા વિજેતાને ટ્રોફી અને 500/- રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પણ આશ્વાસન ટ્રોફી આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application