Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી તાલુકો વરલી-મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓનું હબ બન્યું : આ રહ્યા પુરાવા......

  • May 06, 2022 

બારડોલી તાલુકાના વિસ્તારોમાં વરલી મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓ ચલાવનાર ટોળકી સક્રિય બની છે.અહીં ચાલતા બે નંબરી ગોરખ ધંધાઓ જેવાકા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ,વરલી-મટકા અને ચકલી પોપટના બજારો વગેરે હવે બિન્દાસ્ત ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

ચકલી પોપટનો જુગાર રમતા જુગારીયાઓ 

બારડોલી વરલી-મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓનું હબ બન્યું છે. ત્યારે આ બાબતની સ્થાનિક પોલીસને જાણ ન હોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી.


 જુગારના અડ્ડાઓ પર જુગાર રમવા માટે રીતસરની ભીડ ઉમટી પડે છે...

બારડોલીના વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મુંમ્બઇથી નિકળતા અંકો પર વરલી-મટકાનો જુગાર અને ચકલી પોપટનો જુગાર રમાડવાનો ગૌરખ ધંધો પુરજોશમાં ચલાવનારાઓની એક ટોળકી ઘણા સમયથી અહીં સક્રિય બની હોવાની વિગતો સામે છે. વાંકાનેર ગામે તો જુગાર રમનારાઓ માટે રીતસરનો જાણે કસીનો ચાલતો હોય તેમ જુગારીયાઓની ભીડ જામતી હોય છે. સુત્રો અનુસાર વરલી મટકા જુગારના અડ્ડાઓ ચલાવનાર ટોળકીનું સ્થાનિક પોલીસ જ નહી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગના અધિકારીઓ સુધી સેટિંગ ડોટ કોમ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.એટલું જ નહીં અહીના વિસ્તારમાં ચાલતા વરલી મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવાની હિમ્મત સુધ્ધા કોઈ પોલીસ કરતી નથી. જોકે તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે.

વાંકાનેર,સેજવાડ, હિન્ડોલીયા અને મઢી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરલી મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓ ઘણા સમયથી બેખોફ ચાલી રહ્યા છે, 

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર,સેજવાડ, હિન્ડોલીયા અને મઢી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરલી મટકા અને ચકલી પોપટ જુગારના અડ્ડાઓ ઘણા સમયથી બેખોફ ચાલી રહ્યા છે, તેમ છતાં સ્થાનિક પોલીસ તેઓની સામે કાર્યવાહી કરવાને બદલે સમગ્ર બાબતથી આંખ આડા કાન કરી રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.


એવું પણ નથી કે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી નથી જાહેરમાં વરલી-મટકાનો જુગાર રમાડનારાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામા તો આવે છે પરંતુ એ કાર્યવાહી માત્ર બે કલાકમાં આરોપીને જામીન મળે ત્યાં જ સુધી માન્ય ગણાતી હોય છે તેમ વરલી-મટકા જુગારમાં ઝડપાયેલ આરોપીને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ સવારના કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને જામીન મેળવી ફરી બીજે જ દિવસથી વરલી મટકાના જુગાર રમાડવાનો ધંધો શરૂ કરી દેતા હોય છે તેમા કોઇ બે મત નથી.


ત્યારે વારંવાર મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ જવાની બીકે વરલી-મટકાના જુગાર રમાડનારાઓ હવે સ્થાનિક પોલીસના મેણાપીપણામાં ખુલેઆમ વરલી-મટકા અને ચકલી પોપટનો જુગાર રમાડતા થયા છે.ત્યારે રાજ્યના પોલીસવડા આ બાબતને ગંભીરતા લઇ સુરતના બારડોલીમાં જાહેર સ્થળો પર વરલી મટકા અને ચકલી પોપટનો જુગાર રમાડનારાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપી પોલીસની બગડતી છબી સુધારવામાં સહકાર આપવાનો કષ્ટ કરે તે જરૂરી બન્યું છે.

આપના વિસ્તારમાં પણ ગેરકાયદેસરની પ્રવૃતિઓ ચાલતી હોય તો તાપીમિત્રના મોબાઈલ નંબર ૭૮૨૦૦-૯૨૫૦૦ પર જાણ કરો..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application