બારડોલી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક બારડોલી તાલીમ ભવનના હોલમાં મળી હતી. બારડોલી એસડીએમ અને તાલુકા વિકાસ અધિકારી હાજરીમાં મળેલી આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.
બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિત રાઠોડના નામનું મેંડેટ આવતા તેમની દરખાસ્ત કાંતુભાઈ પ્રજાપતિએ મૂકી હતી અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા અંકિત રાઠોડની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી અને એજ રીતે ઉપપ્રમુખ તરીકે નીલા પટેલની દરખાસ્ત આશાબેન સોલંકીએ મૂકી હતી અન્ય કોઈ નામ નહીં આવતા નીલા પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે પરીક્ષિત દેસાઈ, પક્ષ નેતા તરીકે અજિત પટેલ અને દંડક તરીકે બિપિન ચૌધરીના નામનુ મેન્ડેટ જારી કરતાં તેમની આગામી સામાન્ય સભામાં વરણી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application