સુરત જીલ્લાના બારડોલી તાલુકાનાં મઢી ગામે નિશાળ ફળિયામાં રહેતી મંજુલાબેન બળવંતભાઈ પટેલ નિવૃત્તિનું જીવન જીવે છે. તેમના પતિ બળવંતભાઈ સાથે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ ગાંગપુર ખાતે આવ્યા હતા. તે સમય દમિયાન બારડોલી વ્યારા હાઇવે પર હિંડોલીયા પ્રાથમિક શાળા નજીકથી પસાર થતાં હતા. ત્યારે બે અજાણ્યા ઈસમોએ તેમની મોટરસાયકલ દંપતીના મોટરસાયકલ નજીક લાવ્યા હતા. જે પૈકી મોટરસાયકલની પાછળ બેઠેલા અજાણ્યા ઇસમે મંજુલાબેનના ગળામાંથી તુલસીમાળા આંચકી લીધી હતી. જેથી આ દંપતીએ બૂમાબૂમ કરતાં બંને અજાણ્યા ઈસમો ત્યાંથી મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે વૃદ્ધ દંપતીએ બારડોલી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહીએ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application