Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : ચોરટાઓ કાર ચોરી કરી ફરાર, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

  • September 13, 2021 

બારડોલી નગરમાં રોજબરોજ ચોરીની ઘટનાઓ બની રહી છે અને તેવી જ ઘટના ગત તા.11 મેં સપ્ટેમ્બરના રોજ બની હતી જેમાં ફરી એક વખત જનતા નગરમાંથી સ્વીફ્ટ કારની ચોરી થઈ ગઈ હતી. કાર લઈને આવેલા તસ્કરો ખૂબ જ ચિવટ પૂર્વક સ્વીફ્ટ કાર ઉઠાવી ગયા હતા જ્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જનતા નગરમાં રહેતા  ચિરાગ ભરતભાઇ પરીખે પોતાના ઘરની બહાર સ્વીફ્ટ કાર નંબર જીજે/19/એએફ/1512 પાર્ક કરી હતી. અને જે કાર સવારે ઉઠીને જોતા ત્યાંથી ગાયબ હતી. ચિરાગે સોસાયટીના કેમેરા ચેક કરતા મળસ્કે 4 વાગ્યે એક કારમાં આવેલા કેટલાક શખ્સો કાર ચોરી કરી ગયા હોવાનું નજરે પડે છે. ઘટના અંગે ચિરાગભાઈએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application