બારડોલી તાલુકાના મઢી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત વોર્ડની બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના જાહેરનામા અન્વયે ગામના કેટલાક નાગરિકો દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો છે. જેથી બારડોલી એસડીએમ ને કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મઢી ગ્રામ પંચાયતમાં કુલ 12 વોર્ડ ફાળવવામાં આવ્યા છે. આ તમામ વોર્ડમાં એસ.સી., એસ.ટી, ઓ.બી.સી. અને જનરલ કેટેગરીની વિસંગતતા દૂર કરી વોર્ડ મુજબ જુદી-જુદી જાતિના મતદારોની સમીક્ષા કરી તે મુજબ વોર્ડવાર પ્રતિનિધિત્વ ફાળવી સર્વે સમાજના ઉમેદવારોને ચૂંટણીમાં ઉમેદવારી કરવાની સમાન તક મળે અને એ રીતે સમાજમાં સમરસતા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application